શું તમે ક્યારેય વિચાર્યું છે, શું એવું શક્ય બની શકે કે આપણા ગુજરાતમાં પણ વીજળી સસ્તી હોય, 24 કલાક મળે અને વીજળીની ચોરી પણ ન થાય તથા સરકાર પણ નુકસાનમાં ન જાય.શું આપને સસ્તી વિજળી જોઈએ છે ?
હા, તે શક્ય છે. દિલ્લીએ કરી બતાવ્યું છે, પંજાબ કરવા જઈ રહ્યું છે અને હવે ગુજરાતનો વારો છે. આમ આદમી પાર્ટીની કટ્ટર ઈમાનદાર અને કામની રાજનીતિ દિલ્લી અને પંજાબમાં ધૂમ મચાવીને જનતાની સરકાર બનાવી ચૂકી છે. અને ભ્રષ્ટાચારને રોકીને જનતાના પૈસા બચાવીને 24 કલાક સસ્તી વીજળી જેવી સુવિધાઓ સામાન્ય જનતાને આપી રહી છે.
ગુજરાતમાં હવે આ પરિવર્તનની હવા ફુંકાઈ રહી છે. મોંઘવારીનો માર સહન કરતી ગુજરાતી પ્રજા જંખી રહી છે મોંઘા વીજળીબીલમાંથી મુક્તિ.વેપારી માનસિકતા ધરાવતા ગુજરાતીઓ માટે હવે સસ્તી વીજળીનો સોનેરી અવસર લાવી રહી છે આમ આદમી પાર્ટી. આપ પણ જોડાવ આ અભિયાન સાથે અને સાકાર કરો સસ્તી વીજળીનો સોનેરી અવસર.